ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ સવિનય સાથે આપશ્રીને જણાવે છે કે માન મુખ્ય મંત્રીશ્રીને લેખિત રજુઆત ૨૦૧૬ થી કરવામાં આવેલ છે. તેમજ નવા મુખ્ય મંત્રીશ્રી અને પંચાયત મંત્રીશ્રી બનતા તેમને પણ રજુઆત કરતા તા. ૨૧/૧૦/૨૦૨૧ ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ જેથી પંચાયત મંત્રીશ્રી દ્વારા તા. ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ ત્યાર બાદ તા. ૨૭/૧૦/૨૦૨૧ ના રોજ માન મુખ્ય મંત્રીશ્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા માન. મુખ્ય મંત્રીશ્રીએ સુચના આપતા અમોને સકારાત્મક બાહેધરી આપેલ હતીપંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ શ્રી નિલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણ (b2c)ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વી સી ઇની માંગણી બાબતે કોઇ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.
મુખ્ય મંત્રી અને પંચાયત મંત્રીશ્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપતા આશ્વાસન આપેલ તે આશ્વાસન ખરેખર ખોટુ આપવામાં આવેલ તેવુ ફલિત થાય છે. અને ખોટી હૈયાધારણા આપેલ હોય તેમ લાગે છે.ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇન શોષણ કરવામાં આવી રહેલ છે.વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવસે તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે. બીજા વિભાગોના કર્મચારીઓનુ કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. આટલુ બધુ કામનુ ભારણ હોય તેમતાં ગુજરાત સરકાર વીસીઇને પગાર-ધોરણ આપતી નથી.