હાલ દેશભરમાં વેક્સિનેશન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જામનગરમાં વકીલ બાર એસોસિએશન દ્વારા પણ વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જાહેર જનતાને પણ વેક્સિન આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે 100 જેટલા વકીલોએ પણ વેક્સિન લીધી છે જામનગર મહાનગરપાલિકા અને બાર એસોસિએશન દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જામનગર શહેરના સ્થાનિક લોકો અને વકીલોએ રસી લીધી છે.
જોકે જામનગર પંથકમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને ફરજિયાત વેક્સિન લેવા અપીલ કરી છે જે અનુસંધાને જામનગર જિલ્લામાં પણ વેક્સિનેશન કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યું છે જામનગર જિલ્લો વેક્સિન લેવામાં દેશમાં બીજા ક્રમે છે ત્યારે વકીલો પણ હવે આગળ આવ્યા છે અને બાર એસોસિએશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.