મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 440 વોટનો ઝટકો લાગ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે.રાજ્યસભાની ચૂંટણી પહેલા કોગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. પ્રવીણ મારૂ, જે.વી.કાકડીયા, સોમા પટેલ, અને પ્રદ્યુમન સિંહ જાડેજાએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોના રાજીનામાની વાતની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પુષ્ટી કરી છે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ચારેય સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
(લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ)
કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોના રાજીનામા મળ્યાની વાતનો સ્વીકાર કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ચારેય ધારાસભ્યોના મળેલા રાજીનામાનું પહેલા વેરિફેકશન કર્યા બાદ તેમનો સ્વીકાર કર્યો છે.આમ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલી પુષ્ટી બાદ કોંગ્રેસ માટે રાજયસભાની ચૂંટણી હાથમાંથી નીકળી ગઇ છે.(અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા)