સુરત નવી સીવીલ હોસ્પીટલમાંથી મોબાઇલ ચોરી કરતા ઇસમને ગણતરીના કલાકોમાં ખટોદરા પોલીસેઝડપી પાડયો હતો. સુરત શહેર માં ચેનસ્નેચિંગ અને મોબાઈલ ચોરી ના આરોપીઓને શોધી કાઢવાપોલીસ કમિશનરે આદેશ આપતા ખટોદરા પોલીસે વિવિધ ટીમ બનાવી પેટ્રોલીંગ માં હતી
તે દરમિયાનપોલીસ કોન્સ્ટેબલ કિંજલ બેન અને કોન્સ્ટેબલ કિરણ ભાઈ ને બાતમી મળી હતી કે રાયક સર્કલ પાસેમોબાઈલ ચોરીના આરોપી રાજેન્દ્ર ઉર્ફ બબની આવ્યો હોવાની હકીકત જાણી પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન એક અજાણ્યા ઇસમ દેખાતા તેઓની કડક પુછપરછ કરતા આરોપી રાજેન્દ્ર એ એક પછી એક ગુના કાબુલી લેતા પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.