ઇઝારાયેલ સેનાએ હિજબુલ્લાહ કમાન્ડર સામી તાલેબ અબ્દુલ્લાહના મોતની પુષ્ટિ કરી છે. બે દિવસ પહેલા દક્ષિણી લેબનોનમાં આ હવાઈ હુમલો કરાયો હતો. ઇઝારાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે સામી અબ્દુલ્લા હિજબુલ્લાહના એક એકમનો કમાન્ડર હતો.
લેબનોનના મીડિયાએ પણ અબ્દુલ્લાહની મોતની પુષ્ટી કરતા હુમલામાં ત્રણ અન્ય લોકોના મોત તેમજ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું નોંધ્યું છે. દરમિયાન હિજબુલ્લાહ એ ઉત્તરી ઇઝરાયેલના સૈન્ય સ્થળો ઉપર રોકેટ, ડ્રોન અને મિસાઇલ દ્વારા જવાબી હુમલો કર્યાનો દાવો કર્યો છે. ઇઝારેયલની સેનાનું કહેવું છે કે લેબનોનમાં 170 જેટલા રોકેટ ગોળા ફેંકવામાં આવ્યા હતા..