અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન અને ત્યારબાદ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી સમયે આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો હતો. જોકે આ દરમિયાન સુરક્ષાદળોની સતર્કતાના પગલે કોઈપણ અનિચ્છનિય બનાવ બન્યો નહીં. ત્યારે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી શરુ થઈ છે. ત્યારે દિલ્હીમાંથી ISISના એક આતંકવાદીને સ્પેશિલ સેલે આઈઈડી સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ગત રાત્રી દરમિયાન દિલ્હીના ધૌલાકુઆ વિસ્તારમાં રિઝ રોડથી ઇસ્લામિક સ્ટેટ ISISના એક આંતકીની ધરપકડ કરી છે. આતંકી પાસેથી આઇઇડી પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ધોલાકુઆ પાસે એન્કાઉન્ટર ચાલી રહ્યુ હતું. જે દરમિયાન આ આતંકી ઝડપાયો છે.
સુત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલ આતંકી અબ્દુલ યુસુફ ખાન ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તે જ્યારે ધૌલાકુઆથી કરોલ બાગ તરફ જઇ રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કવામાં આવી છે. આ મામલે પોલીસે ઝડપાયેલ આતંકીની પૂછપરછ શરુ કરી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ISISના આતંકવાદીઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. લોન વુલ્ફ હુમલો કરવાની યોજના હતી. અનેક જગ્યાએથી આતંકવાદીએ રેકી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીમાં કેટલાક લોકો યુસુફ ખાનને સંશાધનો પૂરા પાડતા હતા, તેમને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આતંકીની પૂછપરછ બાદ પોલીસ વધુ કેટલાક સંદિગ્ધોની પણ ધરપકડ થઈ શકે છે..
શું છે લોન વુલ્ફ હુમલો?
એક જ આતંકવાદી હુમલો કરીને મોટા પ્રમાણમાં તબાહી કરવામાં આવે તેને લોન વુલ્ફ હુમલો કહેવામાં છે. આ હુમલામાં માત્ર એક જ આતંકવાદી સામેલ હોવાથી તે કોઈની સાથે સંપર્ક કરતો નથી અને પોતાની રીતે જ હુમલાને અંજામ આપે છે તેથી તેને સુરક્ષાદળોએ શોધવો પણ અઘરો પડે છે…