ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે અંબાતી રાયડુની હરીફાઈ સતત વધી રહી છે. IPL 2024માં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB બંનેએ તેમની છેલ્લી લીગ મેચો એકબીજા સામે રમી હતી. CSKને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર હતી અને RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 18 રનથી જીતની જરૂર હતી. આરસીબીએ આ મેચ 27 રનથી જીતીને પ્લેઓફની ટિકિટ બુક કરી લીધી હતી. આ રીતે CSK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. રાયડુ પોતે CSK ટીમનો ભાગ રહ્યો છે અને આ હારથી તે ઘણો નિરાશ હતો. જીત બાદ RCBએ મેદાન પર એવી રીતે ઉજવણી કરી કે જાણે તેણે IPL ટ્રોફી કબજે કરી લીધી હોય.
એમએસ ધોની આરસીબીના ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે મેદાન પર રોકાઈ ગયો હતો, પરંતુ જ્યારે તેણે જોયું કે ટીમ તેની જ ઉજવણીમાં મગ્ન છે, ત્યારે તે આરસીબીના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો. આ બાબતને લઈને ઘણો વિવાદ થયો હતો. એલિમિનેટર મેચમાં RCBને રાજસ્થાન રોયલ્સે ચાર વિકેટે પરાજય આપ્યો હતો અને RCBની આ હાર બાદ રાયડુ પોતાની પૂરી તાકાતથી આ ટીમનો પીછો કરી રહ્યો છે.
રાયડુએ RCB વિશે એક નવી સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે. તેણે આ પોસ્ટમાં ક્યાંય પણ વિરાટ કોહલીનું નામ નથી લીધું, પરંતુ લાગે છે કે તેનું નિશાન સીધું વિરાટ કોહલી પર છે.
My heart truly goes out to all the rcb supporters who have passionately supported the team over the years. If only the management and the leaders had the teams interests ahead of individual milestones .. rcb would have won multiple titles. Just remember how many fantastic players…
— ATR (@RayuduAmbati) May 24, 2024
અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘મને તે પ્રશંસકો માટે ખરાબ લાગે છે જેઓ વર્ષોથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને જુસ્સાથી સપોર્ટ કરી રહ્યાં છે. જો RCB ફ્રેન્ચાઇઝી ટીમના મેનેજમેન્ટ અને નેતાઓએ તેમના વ્યક્તિગત લક્ષ્યો પહેલા ટીમના કલ્યાણને રાખ્યું હોત… RCB અત્યાર સુધીમાં ઘણી ટ્રોફી જીતી ચૂક્યું હોત. યાદ રાખો કે આ ફ્રેન્ચાઇઝી ટીમે કેટલા મહાન ખેલાડીઓને જવા દીધા છે, તમારા મેનેજમેન્ટ પર એવા ખેલાડીઓને ટીમમાં લાવવા માટે દબાણ કરો, જે ટીમની સુખાકારીને પ્રથમ સ્થાન આપે, મેગા ઓક્શનથી એક મહાન પ્રકરણની શરૂઆત થઈ શકે છે.