સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી ઈન્જેક્શનની અછત સર્જાઈ હોવાના લીધે દર્દીના સગા સંબંધીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે.
(File Pic)
તેવા સમયે મદદની આશાએ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીને એક યુવાને ફોન કરીને ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. જેના જવાબમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ યુવાન મદદની જગ્યાએ તમારો ફોન નંબર લખી લઉં છું, મને પણ ઈન્જેક્શન મળશે તો તમને સામેથી ફોન કરીશ. કારણ કે હું પણ ઈન્જેક્શન શોધી રહ્યો છું. તેમ કહી ઉડતો જવાબ આપ્યો હતો.
રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીની યુવક સાથેની વાતચીતનો આ ઓડિયો હાલ વાયરલ થયો છે જેને લઈ ધમાસાણ પણ શરુ થઈ ગયુ છે. કુમાર કાનાણીને ફોન કરનારા કોઈ સુરતવાસીના સગા કોરોનાને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યા તબીબોએ તેમને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન લાવવા માટે કહેવાયું છે અને ફોન કરનાર વ્યક્તિ સુરત સિવીલ હોસ્પિટલમાં ઈન્જેકશન ખરીદવા માટે જાય છે. પણ ત્યાંથી ના પાડ્યા બાદ કુમાર કાનાણીને ઈન્જેક્શન ક્યા મળશે તે અંગે પુછપરછ કરે છે. સાંભળો રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી અને સુરતવાસીનો વાયરલ થયેલો કથિત ઓડીયો…
https://twitter.com/schintan19882/status/1281117798492598273?s=20