પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સંકળાયેલ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં પશ્ચિમી રેન્જના આઈપીએસ અધિકારી યુનિફોર્મમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગે લાગતા નજરે પડી રહ્યા છે. માત્ર આઠ સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બંગાળના CM એક પછી એક IPS ઓફિસરને કેક ખવડાવતાં હતાં. અહીં પશ્ચિમ રેન્જના IG રાજીવ મિશ્રાને મમતાએ કેક ખવડાવી કે તરત ત્યાં બેસેલા મમતા બેનર્જીને તેઓ પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમયે રાજીવ ડ્યૂટી પર હતા અને તેમણે યુનિફોર્મ પણ પહેરેલો હતો. પોલીસ અધિકારીએ યુનિફોર્મમાં આ રીતે મુખ્યમંત્રીને પગે લાગતા પોલીસની ગરિમાના લીરેલીરાં ઉડાવી દીધા હતા. વીડિયોમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સમુદ્રના કિનારે બેઠેલી નજરે પડી રહ્યા છે. તેમની બાજુમાં એક કેક રાખવામાં આવી છે જેને કાપીને મુખ્યમંત્રી બધાને વહેંચી રહી છે. આ ઘટનાને લઈ હોબાળો મચ્યા બાદ પૂર્વ પોલીસ અધિકારી પંકજ દત્તે વીડિયોની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યુ કે, એક પોલીસ અધિકારી હોવાના નાતે રાજીવ મિશ્રા ઓલ ઈન્ડિયા સર્વિસ કંડક્ટ રુલ્સને ફોલો કરવા બંધાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ફરજ દરમિયાન કોઈપણ બંધારણીય હોદ્દા પર રહેલ વ્યક્તિને તે સેલ્યુટ કરી શકે છે, પરંતુ તે વ્યક્તિના પગે પડીને પ્રણામ કરવા સર્વિસ રુલ્સનો ઉલ્લંઘન છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -