સુરતના ઇતિહાસમા આયોજન પૂર્વક આજ સુધી ના મોટા મા મોટા ઉઠમણા બાબતે ગૃહ મત્રીહર્ષભાઈસંઘવી ને રજુઆત આજરોજ માનનીય રાજ્ય કક્ષા ના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે Video Conference થી ફોગવા ના પ્રમુખશ્રી અશોકભાઈ જીરાવાલા ની આગેવાની મા Global Market નાવેપારી દ્વારા રૂપિયા 60 કરોડ ના ઉઠમણાં નો ભોગ બનેલા 100 જેટલા વિવર્સઓ અને 35 વિવિધ વિવિંગસોસાયટી ના પ્રમુખઓએ રજુઆત કરી હતી. માનનીય ગૃહ મંત્રીશ્રી એ ફોગવા ના વિવિધ આગેવાનો નીરજુઆત સાંભળી જણાવવા મા આવ્યું હતું આ કેસ મા કોઈપણ ચમરબંધ ને છોડવા મા આવશે નહી. ઉઠમણા કરનાર ની રજે રજ માહિતી એકત્ર કરી એના જડ સુધી જવા મા આવશે.
પરદા પાછળ ના ખેલાડી સુધી પહોંચવા મા આવશે. જેથી ભવિષ્ય મા આવી ઘટના નું પુનરાવર્તન ના થાય. મંત્રી શ્રી નો અભિગમખુબજ હકારાત્મક હતો. એમણે વેપાર ઉદ્યોગ અને કાયદા વચ્ચે એકરૂપતા જળવાઈ એવી વાત કરીહતી.આ રજુઆત ના તુરંત પ્રતિભાવ રૂપે એમણે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર નેમળી આ કેસ માહિતી આપવા ફોગવા આગેવાનો ને કહ્યું હતું. ફોગવા આગેવાનો પોલીસ કમિશનરશ્રી નેમળી આ કેસ અંગે માહિતગાર કર્યા હતા.આ મિટિંગ મા ઉદ્યોગ તરફથી શ્રી બાબુભાઇ સોજીત્રા, ચેતનભાઈરામાણી, સુરેશભાઈ શેખલિયા , સવજીભાઈ ધામેલીયા, જયંતીભાઈ જોલવા તથા સંજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.