આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાનને ગત ૩૧ મી મે ના રોજ અકસ્માત થતાં તેઓ બ્રેઈન ડેડ થઈ ગયા હતાં.જેથી અમદાવાદ અમદાવાદ સિવિલના તબીબ અધિક્ષક તથા આમોદ અને ભરૂચના સંતોના કહેવાથી મૃતક રાઠોડ સમાજના પરિવારે અંગદાન કરતાં ત્રણ લોકોને નવજીવન અર્પણ કર્યું હતું.એક ગરીબ પરિવારના રાઠોડ સમાજના યુવાને અંગદાન કરતાં ગામનું ગૌરવ વધાયું હતું.મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નવા કોબલા ગામનો યુવાન કિરણ રાઠોડ ૩૧ મી મે ના રોજ બાઇક લઈને દૂધ ભરવા માટે કોબલા ગામે જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં તેને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સૌ પ્રથમ ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબ અધિક્ષકે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.ત્યાર બાદ તબીબે આમોદના નાહીયેર ગુરુકુળના સંત પૂજ્ય ડી.કે.સ્વામી તેમજ ભરૂચના મુક્તાનંદ સ્વામીનો સંપર્ક કરી યુવાનના અંગદાન કરવા અંગેનો પ્રસ્તાવ કર્યો હતો.જે બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મૃતક કિરણ રાઠોડના પરિવારજનોને તેના અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.જેથી પરિવાર જનોએ તેના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના ત્રણ અંગો એક હૃદય અને બે કીડનીનું દાન કરવામાં આવ્યું હતું.અને અંગદાનથી ત્રણ લોકોને નવી જીદંગી આપવામાં આવી હતી.