સુરતમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો, છેલ્લાં એકવર્ષમાં ૯૭ ભરતીમેળા યોજી કુલ ૨૩,૪૮૨ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારરાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગ, SPB હોલ ખાતે રોજગાર અને તાલીમનિયામક (DETDET) અને ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન(GSDM) ના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ' યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, રોજગારદાતા સુરત શહેરે શ્રમ-કૌશલ્યની નવી પરિભાષાઆપીને દેશના અન્ય શહેરોને પ્રેરણા પૂરી પાડી છે.
રાજ્ય સરકારે રાજ્યમાં ૫૯૫ આઈટીઆઈ કેન્દ્રો થકી ૨.૧૭ લાખથી વધુતાલીમાર્થીઓને કૌશલ્યબદ્ધ કર્યા છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ડ્રોનના વિશેષ ઉપયોગને ધ્યાને લેતા આગામી સમયમાં ડ્રોનટેકનોલોજી માટે ઈન્સ્ટીટયુટ સ્થપાશે, જેની બજેટમાં પણ જોગવાઈ કરી છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સરકારની ‘શ્રમનિકેતન’યોજના અંતર્ગત સુરતના શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ‘સંકલ્પ પ્રોજેક્ટ’ થકી રાજ્યમાં'બાય ઈન્ડસ્ટ્રી, ફોર ઈન્ડસ્ટ્રી અને એટ ઈન્ડસ્ટ્રી'ના સૂત્ર સાથે ઉદ્યોગક્ષેત્રમાં ઉત્સાહવર્ધક પરિણામો મળી રહ્યા છે. આ ઉપરાંત‘અનુબંધમ પોર્ટલ’ કૌશલ્યવાન યુવાનો અને ઉદ્યોગકારો માટે રોજગારી સર્જન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.