દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દાદા અને નીતિ અંબાણી દાદી બન્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકાના ઘરે પુત્રનો જન્મ થયો છે. મળતી વિગત અનુસાર આજે સવારે 11 કલાકે શ્લોકા અંબાણીએ પુત્રને જન્મ આપ્યો છે.
અંબાણી પરિવારના વહુ શ્લોકાએ પુત્રને જન્મ આપતાની સાથે જ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચ 2019ના રોજ આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણીની દેશ અને દુનિયાભરમાં નોંધ લેવાઈ હતી. જો કે શ્લોકા તેની ગર્ભાવસ્થા દરમિયાન લાઈમલાઈટથી દૂર જ રહી હતી.
મહત્વનું છે કે, જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રિત રિવાજ મુજબ થયા હતા. આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી.