લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે લોહિયાળ સંઘર્ષ થયું હતું. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. જોકે, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું કે, ભારત આને સ્થાનિક સ્તરે અચાનક ઉભી થયેલી પરિસ્થિતિ નથી માની રહ્યું, જોકે આ પાછળ ચીનનું સુઆયોજિત કાવતરુ સ્પષ્ટ જોવા મળે છે.
મળતી માહિતી મુજબ ચીન-ભારત સરહદ પર થયેલ ઘર્ષણ વિવાદ મામલે વાંગે વિદેશ મંત્રી એસ જયશંકરને કહ્યું કે, ભારત અને ચીને એ મહત્વપૂર્ણ કરારનું પાનલ કરવું જોઇએ. જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે.
આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે. મહત્વનું છે કે, સોમવાર રાતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ગલવાન ખાડીમાં લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ભરાતના 20 સૈનિકો શહીદ થયા છે. જ્યારે ચીની પક્ષમાં પણ મોટાપાયે નુકશાન થયાના અહેવાલ છે.