કોરોના મહામારી પર પ્રહાર કરવા માટે દુનિયાના અનેક દેશોએ રસી બનાવી છે. જેમાં ભારત પણ સામેલ છે. ત્યારે તમામ દેશોનો પ્રયાસ છે કે તેમના દરેક નાગરિકને કોરોનાની રસી મળે. જેથી આ મહામારીને ફેલતા રોકી શકાય. પરંતુ કેટલીક કંપનીઓની રસી એટલી મોંઘી છે કે દરેક સુધી આ સરળતાથી નહીં પહોંચી શકે.
ભારતની રસી દુનિયામાં સૌથી સસ્તી છે. જ્યારે ચીનની રસી દુનિયામાં સૌથી મોંઘી છે. મળતી માહિતી મુજબ, કોરોનાની રસીની કિંમતની સરખામણીએ રસીને જોઈએ તો આમાં ભારત સૌથી સફળ રહ્યું છે. ભારતની રસી દુનિયામાં સૌથી સસ્તી છે. જ્યારે ચીનની રસી દુનિયામાં સૌથી મોંઘી છે. એટલું જ નહીં ભારતમાં સૌથી ઓછા સમયમાં રસી તૈયાર કરવામાં આવી છે.
જ્યારે ચીન જેવા દેશોને પુરો સમય મળ્યો છે. જે રીતે ચીન પ્રોડક્ટ્સને ઓછી કિંમતમાં બજારમાં ઉતારી પોતાની પકડ મજબૂત કરી લે છે. તેમ કોરોનાની રસીના મામલામાં નથી થવાનું. કેમ કે દુનિયામાં સૌથી વધારે મોંઘી રસી ચીનની છે. જો ભારતથી ચીન રસીની સરખામણી કરવામાં આવે તો લગભગ 9 ગણી મોંઘી છે.