• ભારતીય ક્રિકેટ બોર્ડ ટિકિટના કાળા બજાર કરવામાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી: પ્રવીણસિંહ વણોલ
• ભારતીય ક્રિકેટ બોર્ડએ પોતાના મળતિયાઓને ટિકિટો આપીને કાળા બજાર કર્યા: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી:મુકેશ આંજણા
• ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવનો અણઘડ વહીવટ: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી: પ્રવીણસિંહ વણોલ
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે યુવાનો આતુર છે. અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચ શનિવારના દિવસે રમાવાની છે, તેવા સમયે ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી અને VIP (વીઆઈપી) ક્લચર ટિકિટો વેચાણ કરવામાં હાવી થતા મધ્યમવર્ગ માંથી આવતા યુવાનો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે, ટિકિટોનાં કાળા બજાર કરવા માટે જાણે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે તેવા આરોપ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા અને પ્રવીણસિંહ વણોલે સંયુક્ત રીતે કર્યો હતો.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં કહ્યું હતું કે જયારે વિશ્વ કપની ઉદ્ઘાટન મેચ હતી ત્યારે book My Show પર દેખાડવામાં આવ્યું હતું કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ તે મેચમાં માત્ર દોઢ હજાર જેટલા પ્રેક્ષકો હાજર હતા, તે શું પ્રેક્ષકો બાબરું ભૂત બનીને મેચ જોઈ હશે એ પણ સવાલ થાય છે? ખરેખર તો કોઈ મોટી ગોલમાલ છે અને બેલ્કમાં ભારત પાકિસ્તાનની ટિકિટો વેચે છે તો વેચનાર પાસે આટલી ટિકિટો કેવી રીતે આવી આ એક સવાલો ઉદભવે છે. ભારત પાકિસ્તાનની મેચમાં ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મનફાવે તેમ વર્તન કરીને VIP લોકોને વેચાણ કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન મેચની ટિકિટો બેલ્કમાં વેચાઈ રહી છે ED-CBI ને કાળું ઘન દેખાતું નથી. BOOK MY SHOW પર બે કલાક સુધી વેઇટિંગ રહેવા છતાં ટિકિટો મળી નથી અને ટિકિટ એક મિનિટમાં 18 હજાર જેટલી વેચાઈ જાય છે તે પણ શંકા ઉપજાવે છે
વધુમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણા કહ્યું હતું ભારત પાકિસ્તાનની મેચમાં ટિકિટો વેચાણ કરવામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ પર રાફડો ફાટ્યો છે અને બેફામ રીતે મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને લૂંટવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે મેચમાં રીતસર ક્રિકેટ પ્રેમીઓને ભારતીય ક્રિકેટ બોર્ડમાં બેઠેલા હોદેદારોએ નારાજ કર્યા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં કાળા બજાર કરનાર અનેક લોકો છે તેનો સૌથી મોટો ભોગ યુવાનો અને વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણમાં ભારે ગોલમાલ થઈ છે અને બિન અનુભવી માણસને ભારતીય ક્રિકેટ બોર્ડનો વહીવટ સોંપવામાં આવ્યો છે તેનું પરિણામ છે. લોખંડી પુરુષ સરદાર પટેલનું નામ હટાવી નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે, આપણે ત્યા ડમી રાઇટરો, નકલી રીતે નોકરી મેળવનારાઓની સઁખ્યા ઓછી નથી અને હવે ક્રિકેટની ટિકિટો પણ બાકાત રહી નથી અને કાળા બજાર કરીને વિદ્યાર્થીઓને અને યુવાનોને બેફામ લૂંટવામાં આવ્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. આ સરકારમાં બધું નકલી થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.
વધુમાં પ્રવીણસિંહ વણોલે કહ્યું હતું ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં વેચાણમાં ભારતીય ક્રિકેટ બોર્ડ ગેરરીતી કરવામાં સામેલ હોય એવુ લાગે છે.