જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાના કારણે હાલ તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ છે. જેના પગલે ભારતીય સેનાને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ ચાલુ છે. મોર્ટાર ઉપરાંત, પાકિસ્તાનની સેના પણ આર્ટિલરી તોપોનો ઉપયોગ કરી રહી છે.
જોકે ભારતીય સેના પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેના એલઓસી પર પાકિસ્તાનના યુદ્ધ વિરામના ઉલ્લંઘનની સખત પ્રતિક્રિયા આપી રહી છે. શુક્રવારે ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરી સેનાએ નિષ્ફળ બનાવતા પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યુ હતું.
ત્યારબાદ ગુરેઝ, તંગધાર, ઉરી સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી જબરદસ્ત ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું.. પાકિસ્તાનના ગોળીબારનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાન રેંજર્સના 7થી 8 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. જ્યારે આ ગોળીબારમાં ભારતીય સેનાના 4 જવાન શહિદ થયા હતા.