હૈદરાબાદમાં ઈન્ડિયન એરફોર્સ એકેડમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા પહોંચેલ ભારતીય વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદોરીયાએ જણાવ્યું કે, એરફોર્સ એલએસી અથવા કોઈ અન્ય ફ્રન્ટ પર સર્જાયેલ સ્થિતિને પહોંચી વળવા પૂરી રીતે સક્ષમ છે.
મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેના એકાડમી કાર્યક્રમમાં વાયુસેના પ્રમુખે સરહદ પર થયેલ હિંસક ઝડપને લઇને કહ્યું કે સેનાની બેઠક દરમિયા સમજૂતિ પછી પણ અસ્વીકાર્ય ચીનની કાર્યવાહી અને જાનહાનિ છતાં, હાલમાં LAC પરની સ્થિતિનો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
તેમ છતાં વાયુસેના કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું કે આપણે કોઇપણ કિંમત પર પોતાની સંપ્રભુતાની રક્ષા કરીશું.
આપણા ક્ષેત્રનું સુરક્ષા દ્રશ્ય એટલું બતાવે છે કે આપણું સશસ્ત્ર દળ દરેક સમયે તૈયાર અને સતર્ક રહે છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર નાની સુચના મળવા પર આપણે પરિસ્થિતિ સંભાળવા માટે તૈયાર છીએ.