ચીન સાથેના સરહદ પરના તણાવ વચ્ચે ભારત પોતાની સૈન્ય તાકાત મજબૂત કરવા પર વધુ ભાર આપી રહ્યુ છે. ત્યારે ભારતીય વાયુસેનામાં વધુ ત્રણ રાફેલ વિમાન સામેલ થવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતને નવેમ્બર મહીનાની શરૂઆતમાં વધુ ત્રણ રાફેલ વિમાન મળી જશે. જોકે ક્યારે મળશે તે અંગે તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 29 જુલાઇના રોજ 5 વિમાનો ભારત આવી પહોંચ્યા હતા. જે 10 સપ્ટેમ્બરના રોજ રાફેલ વિમાનોને વાયુસેનાઓ સામેલ કરવામાં આવ્યા હતા.
રાફેલને વાયુસેનામાં સામેલ કરતા સમયે યોજાયેલ કાર્યક્રમમાં ભારત અને ફ્રાંસ બન્ને દેશોના રક્ષામંત્રી પણ હાજર રહ્યા હતા. ભારતે ફ્રાંન્સની સાથે લગભગ 4 વર્ષ પહેલા આશરે 59,000 કરોડના ખર્ચથી 36 વિમાન ખરીદવાનો કરાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતને નવેમ્બર મહિનામાં વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો મળી શકે છે. આ તમામ લડાકુ વિમાનો પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં ફ્રાન્સથી ભારત પહોંચશે.