લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ચીન સાથેના વધતા જતા તણાવ વચ્ચે ભારત પોતાના રક્ષા ક્ષેત્રને વધુ મજબુત કરવામાં લાગ્યુ છે. ભારત સતત મિસાઈલ અને તાકતવર હથિયારનું પરિક્ષણ કરી રહ્યું છે. ત્યારે આજ ક્ષેત્રમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) આગામી સપ્તાહમાં વધુ એક તાકતવર મિસાઈલ નિર્ભયનું પરીક્ષણ કરશે.
આ છેલ્લા 35 દિવસમાં ભારતનું 10મું મિસાઈલ પરીક્ષણ હશે. આ પહેલા ભારતે સાત સપ્ટેમ્બરના રોજ હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલનું પરીક્ષણ કર્યુ હતું. જ્યારે 22 સપ્ટેમ્બરે અભ્યાસ મિસાઈલનું પરીક્ષણ કર્યું.
30 સપ્ટેમ્બરના રોજ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. તેમજ લેઝર ગાઈડેડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું પણ ભારતે સફળ પરીક્ષણ કર્યુ હતું. ગત શુક્રવાર પ્રથમ સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ત્યારે આગામી સપ્તાહે હવે સબ સોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું ડીઆરડીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવનાર છે.