વિશ્વ આર્થિક મંચે આજે જાહેર કરેલા જેન્ડર ગૅપ ઇન્ડેક્સ એટલે કે લૈંગિક અંતર સૂચકાંકમાં ભારત બે ક્રમાંક સરકીને 129મા સ્થાને પહોંચી ગયું છે. આ યાદીમાં આઇસલેન્ડે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂતાન બાદ ભારત પાંચમાં સ્થાને છે, જ્યારે પાકિસ્તાન અંતિમ સ્થાને છે.
જોકે ભારતે માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ અને રાજકીય સશક્તિકરણમાં મજબૂત લૈંગિક સમાનતા દર્શાવી છે. છેલ્લાં 50 વર્ષમાં મહિલા/પુરુષ રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યકાળની બાબતમાં ભારત 10મા ક્રમાંકે છે.