પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા ચીન અને ભારત વચ્ચેના તણાવમાં પેન્ગોંગ લેક પાસે ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર ચીન સાથે થયેલા ઘર્ષણ બાદ અહીં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ અને ઈન્ડિયન આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો પહેલેથી જ તૈનાત છે.
હવે નેવીના મરીન કમાન્ડોઝ પણ બોર્ડર પર તૈનાત કરી દેવાયા છે. નૌકાદળની સ્પેશિયલ ટુકડી માર્કોસ તરીકે ઓળખાય છે. એરફોર્સની સ્પેશિયલ ફોર્સ ગરૂડ કમાન્ડો તરીકે જાણીતી છે, જ્યારે આર્મીની સ્પેશિયલ ટીમ પેરા કમાન્ડો તરીકે જાણીતી છે.
પેગોંગ સરોવરના કાંઠે હવે માર્કોસ તૈનાત થતાં ત્રણેય સ્પેશિયલ કમાન્ડો સાથે મળીને અસાધારણ લશ્કરી ઓપરેશન પાર પાડી શકશે. દરેક સ્પેશિયલ ફોર્સનો ઉદ્દેશ જ ખાસ પ્રકારના અને પહેલી નજરે અશક્ય લાગતા મિશન પાર પાડવાનો હોય છે. સરકારી સૂત્રોએ જણાવ્યં કે મરીન કમાન્ડોની તૈનાતીનો હેતુ ત્રણેય સેવાઓના એકીકરણને વધારવા અને અત્યંત ઠંડી ઋતુમાં નેવીના કમાન્ડોને એક્સપોઝર પ્રદાન કરવાનો છે.