અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી 7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ટ્રમ્પએ જી 7 સમિટમાં સામેલ દેશોનું લિસ્ટ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે ભારતને પણ જી7 સમિટમાં સામેલ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
સાથે જ ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત ઉપરાંત રશિયા, સાઉથ કોરીયા અને ઓસ્ટ્રેલિયાને જી7 સમિટમાં સામેલ કરવા માંગે છે. ટ્રમ્પે વર્તમાન જી 7ના ફોર્મેટને જૂનું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે હું આ સમિટને રદ્દ કરું છું કારણ કે મને નથી લાગતું કે દુનિયામાં જે ચાલી રહ્યું છે તેની આ સમિટમાં યોગ્ય રજુઆત થતી હોય.
આ દેશોનો જૂનો સમૂહ છે.ઉલ્લેખનીય છે કે જી 7 સમિટ પહેલા 10થી 12 જૂન વચ્ચે વોશિંગ્ટનમાં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીના લીધે આ સમિટને જૂનના અંત સુધી યોજવાનું નક્કી કર્યું હતું.
આપને જણાવી દઈએ કે, ટ્રમ્પે ચીનને ભીંસમાં લેવા માટે એક-બાદ એક આકરા નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે. તો હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો વધ્યો છે, ત્યારે આ જીવલણ વાયરસની સૌથી ઘાતક અસર અમેરિકામાં સર્જાઈ છે. યુએસમાં જીવલેણ કોરોનાના કેસની સંખ્યા 18 લાખને પાર થઈ છે. જ્યારે કે, 1 લાખ 5 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે.