લાઈન ઓફ ઍક્ચુઅલ કન્ટ્રોલ પર ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં એક આર્મી ઑફિસર અને બે જવાન શહીદ થઈ ગયા છે. ભારત અને ચીનની બોર્ડર જ્યાં છેલ્લા 4 દાયકાથી શાંત હતી હિંસા જોવા મળતી નહતી ત્યાં અચાનક સોમવારે માહોલ બદલાઈ ગયો.
ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા થઈ જેમાં ભારતીય સેનાએ એક અધિકારી અને બે જવાનોને ગુમાવ્યાં. આવું 1975 બાદપહેલીવાર જોવા મળ્યું છે કે ભારત-ચીન બોર્ડર પર હિંસામાં સૈનિકની શહાદત થઈ. ભારતીય સેના તરફથી એક અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.
આ દરમિયાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયાં છે. હાલ બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યાં છે. તો બીજીબાજુ રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ સેનાના ત્રણેય વડાઓ સાથે બેઠકનો દોર શરુ કર્યો છે. જ્યારે બેજિંગે ઉલ્ટાનો આ મામલે ભારત પર હુમલાનો આરોપ લગાવ્યો છે.