દેશની જનતા માટે અઠવાડિયોનો પહેલો દિવસ મોંઘવારીનો માર લઇને આવ્યો છે. જેમાં LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છ.
આ વધારા સાથે સબસીડી વગરના 14.2 કિલોના ઘરના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રુપિયા થઇ ગઇ છે. આ પહેલા તેની કિંમત 719 રૂપિયા હતી. નવા ભાવ આજથી જ લાગુ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. મળતી માહિતી મુજબ, પેટ્રોલ – ડીઝલ બાદ ગેસની કિંમતમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. ફેબ્રુઆરી મહિનામાં સતત બીજી વખત ભાવ વધારો થયો છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ પેટ્રોલ-ડીઝલનની કિંમત છેલ્લા એક અઠવાડીયાથી સતત વધી રહી છે. સોમવારના રોજ પણ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટરમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને લોકોના ઘરનુ બજેટ ખોરવાયુ છે.