ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાનો કહેર હજી યથાવત જોવા મળી રહ્યો છે. આ વાયરસના સંક્રમણને રોકવા માટે હજી સુધી કોઈ અસરકારક રસી શોધાઈ નથી. તો કોરોનાના વિવિધ લક્ષણોને ઓળખવા મે રિસર્ચ પણ થઈ રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી કોલેજ લંડનના એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. જે મુજબ કોવિડ-19ના કારણે માણસ હંમેશા માટે સાંભળવાની શક્તિ ગુમાવી શકે છે. બ્રિટિશ એક્સપર્ટ્સનું કહેવું છે કે અચાનક થયેલી આ સમસ્યાને શોધવી અને સારવાર કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે કોરોના વાયરસ લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલથી લઈને શરીરના વિવિધ અંગોને ડેમેજ કરવા સુધીનો પ્રભાવ કરે છે. યુનિવર્સિટી કોલેજ લંડનની જર્નલ બીએમજેમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે 45 વર્ષીય એક કોવિડ-19 અને અસ્થમાથી સંક્રમિત વ્યક્તિને આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. દર્દીને અહીં એન્ટ વાયરલ ડ્રગ રેમેડિસવીર અને નસોમાં સ્ટેરોઈડ આપવામાં આવતું હતું. ICUમાંથી બહાર આવ્યા બાદ આશરે એક સપ્તાહ બાદ દર્દીના કાનમાં અજીબથી ઝનઝનાહટ થવા લાગી અને ત્યારબાદથી તેની કાનની સાંભળવાની શક્તિ જતી રહી હતી.
આ ઘટના બાદ ડોક્ટરોએ પોતાના નિવેદનમાં કહ્યું કે દર્દીને કાનની કોઈ સમસ્યા ન હતી. એટલા માટે તેને એવી કોઈજ દવા આપવામાં આવી ન હતી. જેનાથી તેની સાંભળવાની શક્તિ ઉપર અસર પડે.આગળની તપાસમાં જાણવા મળ્યું કે ફ્લૂ કે એચઆઈવી પણ ન હતો. એટલા માટે ઓટોઈમ્યૂનની સમસમ્યાના પણ કોઈ સંકેત જોવા મળ્યા ન હતા. રિસર્ચના સહ લેખિકા ડોક્ટર સ્ટેફનિયાનું કહેવું છે કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોવિડ19 કેવી રીતે દર્દીની સાંભળવાની શક્તિને ડેમેજ કરે છે, પરંતુ આમ થવાની શક્યતા જરુર છે.