સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. તો કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ભારત સરકાર સહીત ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે પોલીસ તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કેટલાક બેરોજગાર લોકો જ્યાં કેસ વધુ હોય તેવા જિલ્લામાંથી પોતાના વતન ફ્રરી રહ્યા છે, તે ખુબ જ જોખમકારક છે.
તો રાજયનાં મહેસાણા જિલ્લામાં ૭ કેસ પોઝેટિવ છે. જેમાંથી ૨ દર્દીઓ સાજા થઇ ગયા છે. તેવા સમયે કોઈ પણ બીજા જિલ્લાના લોકો મહેસાણામાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ સજ્જ થઈ છે.
મહેસાણામાં પ્રવેશતા તમામ લોકોને પૂછતાછ કરવામાં આવી રહી છે અને જો તેમની પાસે પાસ ન હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને તેમને પરત મોકલવામાં આવે છે.