જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોળાદા ગામે દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળક અને વૃદ્ધને ગંભીર ઈજા થતા તેમને પહેલા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ વધુ સારવાર માટે કેશોદની હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વન્ય જીવો દ્વારા હુમલા કરવામાં આવતા હોવાની ઘટનાઓ પણ ઘણી સામે આવી ચુકી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે જુનાગઢના માંગરોળ તાલુકામાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના ખોળાદા ગામે દીપડાએ બે લોકો પર હુમલો કર્યોહતો. જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.દીપડાના હુમલામાં રવિ કરસન ગરચર અને પુના ગાગા ગરચર ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.