વિજાપુર સ્વચ્છ સર્વેક્ષણ 2022 હેઠળ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ દ્વારા ખત્રી કુવાના ચક્કર સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પર ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ વાસી ખોરાકનો નાશ કરાયો હતો. તેમજ વેપાર કરતા લોકો સેફ્ટી હાથ મોજા, સેફટી ટોપી પહેરે છે કે નહીં તેની પણ તપાસ કરાઇ હતી.આ ચેકિંગમાં પાંચ જેટલા લારી ધારકોને નિયમોનું પાલન ન કરવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી.
જ્યારે વિજાપુર ઓફિસર જયેશ પટેલના જણાવ્યા અનુસાર તમામ વેપારીઓ પોતાના વેપાર-ધંધા પર સ્વચ્છતા રાખવી, ધંધાની આજુબાજુની જગ્યા ચોખ્ખી રાખી, સ્વચ્છતા જાળવી નિયમોનું પાલન કરે નહીં તો હજુ પણ પાલિકા દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.બીજી બાજુ ખાણી-પીણીના વેપારીઓને પુછતા તેઓએ જણાવ્યું કે, વિજાપુરમાં કોઈપણ દુકાનમાં સેફ્ટી કેપ, હાથના મોજા મળતા નથી તેથી અમે આ નિયમ પાળી શકતા નથી.