વડોદરા શહેરના માંડવી બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચનો પટાવાળો કોરોનાની ઝપેટમાં આવતા બેંક બંધ કરવામાં આવી હતી. તેમજ હાલાકીનો ભોગ બનેલા સિનિયર સીટીઝન ગ્રાહકો એ વિરોધ વ્યક્ત કર્યો હતો. મળતી વિગત અનુસાર શહેરની માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની મેઇન બાન્ચના પટાવાળો કોરોના પોઝિટિવ હોવાથી આ શાખાને બંધ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત 40 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ બેંક સત્તાધીશોએ કોવીડ -19ની પોલિસી મુજબ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હોમ ક્વોરન્ટાઇન કરી દીધા છે. આ બ્રાન્ચ બંધ રાખવામાં આવી હોવાના પગલે હવે ચાર દરવાજા વિસ્તારના ખાતેદારો લહેરીપુરા ખાતેની શાખામાં ધસારો કરી રહ્યા છે.