ગુજરાતમાં કોરોનાનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં તંત્ર પણ કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે.
(File Pic)
અમદાવાદમા પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કેસની સામે તંત્રએ કન્ટેઇન્મેન્ટ ઝોનના સર્વે દરમિયાન સોમવારેએ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વધારો થયો છે. અમદાવાદમાં વધુ 12 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા છે. અમદાવાદમાં કોરોનાની મહામારીની વચ્ચે અમદાવાદ શહેરમાં કુલ 189 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. ત્યારે આજે 6 જેટલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી હટાવાયા છે જ્યારે 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સમાવાયા છે. આ તમામ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારોની સોસાયટીઓના ગેટ પર પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટરો લગાવાયા છે. નિયંત્રીત ઝોન પ્રવેશ નિષેધના પોસ્ટર લગાવાયા છે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની વિગતવાર માહિતી નીચે મુજબ છે..