આપે પતંગ મહોત્સવો તો ઘણા જોયા હશે. વિવિધ રગંબેરંગી પતંગો સાથે પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેતા હોય છે. જોકે, તાઈવાનમાં પતંગ મહોત્સવ દરમિયાન એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં પતંગ મહોત્સવ દરમિયાન એક બાળકી પતંગના પાછળના ભાગે ફસાઈ જતા તે પતંગની સાથે હવામાં ઉડવા લાગી હતી.
આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે સદનસીબે બાળકીને કોઈ જાનહાનિ કે ઈજા ન થતા પતંગ મહોત્સવમાં હાજર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે, એક મોટી પતંગ ઉડી રહી હતી અને એની ઝપેટમાં એક 3 વર્ષની બાળકી આવી ગઈ. પછી પતંગ બાળકીને લઈને ઉડવા લાગી.
A 3-year-old girl was safely rescued after getting swept up by large kites at a festival in Hsinchu, Taiwan. Her parents said she was shocked but not injured. pic.twitter.com/IFQiBflltw
— CBS News (@CBSNews) August 31, 2020
બાળકીને પતંગ સાથે આશરે 100 ફૂટ સુધી હવામાં ઉડવા લાગી હતી. આ સમગ્ર ઘટના કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છેટ્વીટર પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે બાળકી હવામાં પતંગ સાથે ફસાઈ ગઈ છે અને તે પતંગ સાથે ઉડી રહી છે. કેટલાક લોકોએ મળીને પતંગને નીચે પાડી દીધી. જેના કારણે બાળકીનો જીવ બચી ગયો. જો કે બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી. હાલમાં આ ઘટનાને કારણે ત્યાંના સ્થાનિક તંત્રએ આ ફેસ્ટિવલને બંધ કર્યો છે.