રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હાઈકોર્ટ તરફથી સચિન પાયલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોતના સમર્થક નેતાઓમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ આમને સામને આવી ગયા છે. તેવામાં સચિન પાયલટ જૂથના મનાતા એક ધારાસભ્યએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી કે હાલ પક્ષપલટા અંગે ચાલી રહેલા કેસમાં કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવો.
(File Pic)
ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની અરજીમાં એેવી દલીલ કરવામાં આવી હતી કે સચિન પાઇલટ જૂથના કેસમાં બંધારણીય જોગવાઇનો મુદ્દો મહત્ત્વનો બનતો હોવાથી આ કેસમાં કેન્દ્ર સરકારને પણ એક પક્ષ તરીકે ગણવી જોઇએ. પૃથ્વીરાજ મીણા સચિન પાઇલટ જૂથના ટેકેદાર હોવાનું મનાય છે.
(File Pic)
બીજી બાજુ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવો આક્ષેપ કર્યો હતો કે, મારી કાયદેસર રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના પ્રયાસો શાસક પક્ષ તરફથી થઇ રહ્યા છે એ તમારે અટકાવી દેવા જોઇએ. રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફરીએક વાર ગરમાવો આવી ગયો છે. રાજસ્થાન હાઇકોર્ટમાં આજે સચિન પાયલટ ગ્રુપ તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ નોટિસના વિરોધમાં આ અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલટ અને તેમના સાથી ધારાસભ્યોને મોટી રાહત આપતા સ્પીકરની અરજી પર સ્ટે લગાવ્યો છે.