રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજે મળેલી મોનિટરી પોલીસીની બેઠકમાં રેપોને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ સંબોધિત કરીને બેઠક અંગે વિગતવાર માહિતી આપી હતી.
આરબીઆઈએ રેપો રેટમાં કોઈ પરિવર્તન ન કર્યો તેમણે હોવાનું જણાવ્યુ હતું. એનો મતલબ કે ઈએમઆઈ અથવા લોન વ્યાજના દરો પર કોઈ નવી રાહત આરબીઆઈ દ્વારા આપવામાં આવી નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠક અંગેની તમામ માહિતી આપી હતી.
રિઝર્વે બેંકે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.3 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાથી હવે હોમ અને કાર લોનના ઈએમઆઈ સસ્તા થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અત્રે જણાવવાનું કે મે મહિનામાં વ્યાજદરોમાં 40 બેસિસ પોઈન્ટ અને માર્ચમાં 75 બેસિસ પોઈન્ટનો કાપ મૂકાયો હતો. નોંધનીય છે કે હાલમાં પોલીસી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. જ્યારે બેંક રેટ 4.25 ટકા છે. એ જ રીતે સીઆરઆર 3 ટકા છે.