હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભારે આતંક મચાવ્યો છે. ભારતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાની મહામારી અને આ મુશ્કેલ સમય વચ્ચે પણ કેટલાક એવા ફોટો અને વિડિયો સામે આવે છે જે તમને આનંદની સાથે સાથે એક આશા પણ જગાવે છે.
(File Pic)
લોકો તેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ શેર કરતા હોય છે. ત્યારે હાલમાં જ આવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક બાળકો તળાવમાં ન્હાતા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
(File Pic)
આ વીડિયોને અરાકુ કોફી ઈન્ડિયાના કો ફાઉન્ડર મનોજકુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. 22 સેકન્ડના આ વિડિયોમાં કેટલાક બાળકો તળાવમાં ન્હાતા જોવા મળી રહ્યા છે. જોકે આ વિડિયોની વિશેષતા એ છે કે બાળકોએ વોટરપાર્કમાં કોઈ રાઈડ્સમાં બેસીને પાણીમાં ન્હાવા પડતા હોય તેવો આનંદ લેવા માટે તળાવમાં ઉતરવા માટે એક ઢાળ બનાવ્યો છે. જ્યાંથી તેઓ દોડીને લપસણી ખાતા ખાતા તળાવમાં ડૂબકી લગાવી રહ્યા છે. આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મનોજ કુમારે પોતાના ટ્વિટર પર આ વિડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, સુખનો અનુભવ માત્ર ભારતીય ગ્રામીણ વિસ્તારમાં થાય છે.
Happiness is This 👇
Experiences only Indian Villages can give! #GaonSe pic.twitter.com/ik1n1IKCQa
— Manoj Kumar (@manoj_naandi) July 4, 2020