ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે, પરંતુ હજી પણ ઘણા આ નિયમનું પાલન કરી રહ્યાં નથી. જેથી સરકારે માસ્ક વગર પકડાય તો રૂ. 500નો દંડ કરી દીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ તેના એક દિવસ પહેલા જ તેમના ત્યાં આવનાર માસ્ક નહી પહેરનાર માટે 500 રૂપિયા દંડની જોગવાઈ કરી દીધી હતી.
(File Pic)
આજે સવારે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું . તેઓ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર ગયા હતા. તેઓએ વિપક્ષના નેતા ઉપરાંત વિધાનસભાના સચિવ ડી એમ પટેલની કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં માસ્ક વગર પકડાયેલા 4 લોકોને 500 રૂપિયા લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે 2 કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી હતી.
(File Pic)
બીજી તરફ હવે વિ.સભામાં કોઈ માસ્ક વગર બીજી વખત પકડાશે તો તેમને 1000 રૂપિયા દંડ અને ત્યાર બાદ અધક્ષના આદેશના અનાદરની નોટિસ આપવામાં આવશેઆજે 2 વક્તિઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમને નોટિસ આપી રજા પર ઉતારી દેવાયા છે