સુરતના સરથાણામાં બબાલ ભાજપના કામરેજ વિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ અને તેમની સાથેઆવેલા ટોળાએ આપના મંત્રીને માર માર્યો, ટોળામાંથી ધડુકીયાને પુરો કરી નાખો આગળતો બચી ગયોઆજે બચવો ન જોઈએ તેવી બુમો સંભળાઈ પોલીસે 25 સામે ગુનો નોંધાયોસરથાણા ખાતે લોક સંવાદમાટે ગયેલા આમ આદમી પાર્ટીના દક્ષિણ ગુજરાત પ્રદેશ મંત્રી રામભાઈને ભાજપના કામરેજવિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ અને તેમની સાથે આવેલા ટોળાએ માર માર્યો હતો. તેમનીફરિયાદના આધારે સરથાણા પોલીસે ભાજપના પ્રભારી દિનેશ દેસાઈ સહિત 25 વધારે લોકોના ટોળાસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યોગીચોક ખાતે શીવદર્શન સોસાયટીમાં રહેતા 39 વર્ષીય રામભાઇ ભીખાભાઇ ધડુક આમ આદમી પાર્ટીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે.
તેમણે સરથાણા પોલીસસ્ટેશનમાં દિનેશ દેસાઇ, કલ્પેશ દેવાણી અને વિક્રમ રબારી તથા બીજા પચ્ચીસેક માણસોના ટોળા સામેફરિયાદ નોંધાવી છે. તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તેમની સાથે પ્રદેશ સહમંત્રી રાજેન્દ્રવસાણી તથા આકાશ ઇટાળિયા સહિત સાતેક જણા પાર્ટીના સંવાદ કાર્યક્રમ અનુસંધાને વાલમનગરસોસાયટી વિ-૧ ના ગેટ પાસે લોકોને મળવા ગયા હતા. ત્યારે ભાજપમાં કામરેજ વિધાનસભાના પ્રભારીદિનેશ દેસાઈ તેમની પાછળ ફરતા હતા. દિનેશ દેસાઈએ આપના ત્રણ કાર્યકર્તાની ટોપી ખેંચી ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો.