રાજકોટમાં જિમની જાહેરાતમાં ડો. ભરત બોધરા, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ અને મોદી સાથે નરેશ પટેલનો ફોટો લાગેલા જોવા મળ્યા છે. નરેશ પટેલ ક્યાં પક્ષમાં જશે તે જાહેરાત પૂર્વે જ આવા પોસ્ટર લાગતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.મવડી પાસે નરેશ પટેલનાં ભાજપના નેતાઓ સાથેના ફોટોવાળા પોસ્ટર લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. એક જિમની જાહેરાતમાં ડો. ભરત બોધરા, સી.આર.પાટીલ, ભુપેન્દ્ર પટેલ અને મોદી સાથે નરેશ પટેલનો ફોટો લાગતા કુતુહલ સર્જાયું છે.હાલ નરેશ પટેલ ક્યાં પક્ષમાં જશે તેની કોઈ જાહેરાત થઈ નથી. તેવામાં આવા પોસ્ટર લાગતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કોઈ ગર્ભિત ઈશારો તો નથી ને તેવો પણ પ્રશ્ન સર્જાયો છેપાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાવાના છે. તેઓએ અનેક વખત જાહેરાત કરવામાં સમય માંગ્યો, દર વખતે તેઓએ ક્યાં પક્ષ સાથે જોડાશે તે એલાન કરવાને બદલે વધુ મુદત માંગી હતી.
અગાઉ કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ નરેશ પટેલ પોતાની સાથે જોડાશે તેવા દાવા કર્યા હતા.નરેશ પટેલ દ્વારા આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ સમગ્ર પાટીદાર સમાજ પણ નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાવાના છે તે જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.આવા સંજોગોમાં મવડી ચોકડી વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં એક જિમ દ્વારા આવકારવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં નરેશ પટેલની સાથે ભાજપના ફોટો પણ મુકવામાં આવ્યા છે.આ પોસ્ટરે સૌ કોઈને કુતુહલમાં મૂકી દીધા છે. આ પોસ્ટરમાં નરેશ પટેલની સાથોસાથ ડો.ભરત બોઘરા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ મુકવામાં આવ્યા છે. હાલ એ પ્રશ્ન સર્જાયો છે કે આ પોસ્ટર રૂપે સમાજને કોઈ ગર્ભિત ઈશારો તો આપવામાં આવ્યો નથી ને ?