રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ને પીવાના પાણી માટે ડેમો પાણી થી ભરેલા છે તેમ છતાંય ધોરાજી નાલોકોને ચાર દિવસે પાણી વિતરણ થઇ રહયુ છે ત્યારે જે લોકો પાસે પાણી નો સંગ્રહ કરવા માટે સાધનોહશે અને ચાર દિવસ સુધી પાણી ચાલે એટલો સંગ્રહ પણ લોકો રાખતા હશે કારણ કે પાણી માટે નળકનેકશનો ઘરે ઘરે હશે પણ એક એવો પણ વિસ્તાર છે ધોરાજી મા કે ત્યા સુધી પીવા ના પાણી માટેકનેકશન જ નથી પહોચ્યા એ વિસ્તાર છે કૈલાશ નગર વિસ્તાર નજીક આવેલ રેલ્વે ના પાટા પાછળ નોઆ વિસ્તાર તો પછી પાણી માટે આ લોકો શુ કરતા હશે આવો જાણીએ કે તે લોકો પીવાના પાણી માટે શુકરી રહયા છે આવી કાળજાળ ગરમી હોય પોતાની પ્યાસ કેવી રીતે બુજાવવા હશે તો તમને પણ નવાઈલાગતી હશે ને આ લોકો વિશે તો જાણો ધોરાજી નો આ વિસ્તાર કૈલાશ નગર અને રેલ્વે પાટા પાછળ નો વિસ્તાર આ વિસ્તાર મા દોઢ સો બસો લોકો રહે છે નગરપાલિકા ના તમામ વેરાઓ પણ ભરી રહયા છે
તેવુ એજ લોકોએ જણાવેલ છે પણ પીવા માટે કનેકશન જ નથી ક્યાંક કનેકશન છે તો પાણી નથી આવતુઅને પીવા ના પાણી માટે ત્યાંના લોકોએ ઘણુ દુર અને રેલ્વે ના પાટાઓ ટપી ને જીવ ના જોખમે પાણીભરવા જવુ પડી રહયુ છે. વૃદ્ધાઓ અને મહિલાઓ તથા નાના બાળકો છેલ્લા વીસ વર્ષ થી આ જીવ નુજોખમ ખેડવીને પાણી ભરવા માટે જાય છે ત્યારે આજ રોજ ત્યાંના લોકોએ મીડિયા સમક્ષ તેમની વેદનાઓ વ્યક્ત કરેલ અનેકવાર લેખીત રજુઆત કરી પણ આજ દિન સુધી પીવા ના પાણી કે પ્રાથમિકસુવિધાઓ નગરપાલિકાએ આ લોકો ને ઉપલબ્ધ નથી કરાઈ અને સ્થાનિક લોકો મા પીવા પાણી માટેજીવ ના જોખમે પાણી ભરવા રેલ્વે ના પાટા ઓ ઉપર થી પસાર થઈ ને પાણી ભરવા જવુ પડે છે ત્યારેત્યાંના રહેવાસીઓ તંત્ર વિરૃધ્ધ સુત્રોચ્ચાર પણ કરેલ અને પોતાનો રોષ પણ પ્રગટ કરેલ અને તાત્કાલિક પાણી આપો તેવી માંગ પણ કરાઈ હતી.