પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં આવેલા વાવકુલ્લી ગામે રામ રાખે તેને કોણ ચાખેની ઉક્તિનેસાર્થક કરતો ચમત્કાર જ કહી શકાય તેવો કિસ્સો બનવા પામ્યો છે.માત્ર બે મહિનાની માસુમ બાળકીનેએક ખૂંખાર દિપડો પોતાનો શિકાર બનાવાના હેતુથી ઘરમાંથી જ ઉઠાવી ગયો હતો.પરંતુ દિપડાએ માસુમબાળકીને શિકાર ન બનાવીને જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો.માસુમ બાળકીને શરીરે ઈજા થતા તેનેસારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.હાલ તેની તબિયત સ્થિર હોવાનીજાણવા મળ્યુ છે.પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં રહેતા દિપડાઓરહેણાંક વિસ્તારની માનવ વસાહતોમાં આવીને હુમલાઓની ઘટનાઓ બનતી રહે છે.પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાનુ વાવકૂલ્લી ગામ જંગલ વિસ્તારને અડીને આવેલુ છે
ઘટના એવી બની કે એક પરિવાર પોતાની બે માસની દૂર્ગા નામની બાળકીને લઇને ઘરમાં સુઈ રહ્યુ હતુ.તે સમયે શુક્રવારે વહેલીસવારે દિપડો આવીને બાળકીને પોતાના મુખમાં લઈને જંગલ તરફ ભાગ્યો હતો.માતાપિતા જાગી જતાતેમને બુમાબુમ કરતા આસપાસના પડોશીઓ પણ દોડી આવ્યા હતા.અને જગલમાં પોતાની બાળકીનીશોધખોળ હાથ ધરી હતી.થોડા કલાકો બાદ દિપડો એક જંગલમાં પથ્થર પર માસુમ બાળકી સાથે બેઠેલોનજરે પડતા ઉપસ્થિત સૌ કોઈ ગ્રામજનો ચોંકી ગયા હતા.દિપડાએ બાળકીને ઇજા પહોચાડી ન હતી.અનેપથ્થર પર મૂકીને જંગલમાં પલાયન થઇ ગયો હતો.બાળકીને છાતીનાં ભાગે દાંત વાગવાને કારણેસામાન્ય ઈજાઓ પહોચી હતી.જેના કારણે બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થેખસેડવામા આવી હતી.પોતાની વ્હાલી દીકરીનો જીવ બચી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.