શહેરમાં ૩૪ માં ઉર્ષે અઝીમે મિલ્લતનું ભારે ભક્તિભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીકળેલ શાનદારસંદલ ના જુલૂસથી ઉર્સે અઝિમી નું પ્રારંભ થયો હતો જે યાકુતપુરા અજબડી મીલથી સાંજે ૪ વાગે નીકળી માંડવી,ખાટકીવાળા, જહાંગીરપુરા વાડી થઈ મેમણ કોલોની આસ્તાના એ આઝીમે મિલ્લત ખાતે પહોંચ્યું હતું જેમાં શહેરના વિવિધવિસ્તારોમાં મરાઠા સમાજ, રાણા સમાજ,ગોવિંદ પાર્કના હિંદુ ભાઈઓ તેમજ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોએ ઝુલુસ નુંઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ જુલુસમાં ખાનકાહે એહલે સુન્નતના તેમજ સુરતના રીફાઇ ઝુમરા અને હાલોલ,પોપટપુરાઝૂમરાએ નાતો મનકબત ની રમઝટ બોલાવી હતી.જ્યારે શનિવારે તા.૧૪ ઉર્ષના બીજા દિવસે રાત્રે મુંબઇનાં નાતખ્વા સાદાબરઝા અને સલમાન અશરફી હિન્દુસ્તાનના મશહૂર શાયર ઈમરાન બરકાતી સાહેબે નાતો મનકબત પ્રસ્તુત કરી હતી.બુલબુલેબંગાલ હઝરત અલ્લામાં મુફ્તી સરફરાઝ સાહેબે અને મુકરીરે ઇસ્લામ હજરત અલ્લામાં મુફ્તી સલમાન અઝહરી સાહેબેજગતની જટિલ સમસ્યાઓનો ઉકેલ માત્ર પયગંબર સાહેબના ઉપદેશ અને સુચારું આચરણ છે વાળા ટોપિક પર પ્રવચન કર્યું હતું.
ત્યારે રવિવારે તા.૧૫ ઉર્ષના ત્રીજા દિવસે હિન્દુસ્તાનના જાણીતા શાયર અને ખાનકાહે એહલે સુન્નત ના શાયર જનાબમહેતાબ આલમ ભદોહી સાહેબે નાતો મનકબત પેશ કરી ઉર્ષના વાતાવરણને મંત્રમુગ્ધ કર્યું હતું જેના પછી વિશ્વ વિખ્યાતસ્કોલર મુનાઝીરે એહલે સુન્નતના હઝરત અલ્લામાં હાફિઝ અહેસાન સાહબ કાદરીએ સાચા મુસ્લિમને આતંકવાદ સાથે કોઈસંબંધ નથી ના ટોપિક પર પ્રવચન આપ્યું હતું.જ્યારે તા.૧૬ ઉ ઉર્ષના ચોથા દિવસે કુલ શરિફ સાથે ઉર્ષ નું સમાપન થયું હતુંજેમાં કાઝીએ ગુજરાત હઝરત અલ્લામા સલીમ બાપુ એ પ્રવચન કર્યું હતું અને ખાનકાહે એહલે સુન્નતના શાયર જનાબ હાફિઝ મહેતાબ આલમ સાહેબે કદમ સે પીરો મુરશીદ કે લીપટ જાને કે દિન આએ મનકબત પડતા વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ મિલાદ શરિફ અને સલાતો સલામ થકી બારગાહે અઝીમિમાં શ્રદ્ધા સુમન અર્પણકર્યા હતા ત્યારબાદ બપોરે ૧.૩૦ વાગે કુલ શરીફની પરંપરાગત વિધિ અને કાદરી વંશાવલિગીત પથન તથા દરગાહના ગાદીપતી હઝરત સૈયદ મોયુનુદ્દિંન બાબા સાહબ જીલાનીએ સમસ્ત મોમીન જગત માટે દુવા અને આશીવર્ચન આપ્યા હતા ત્યારબાદ કાદરી અઝીમી લંગર સાથે ૪ દિવસીય ઉર્ષે અઝીમી સંપન્ન થયું હતું.