ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધરાજકીય પાર્ટીઓના નેતાઓ પક્ષ પણ બદલી રહ્યા છે તો દિલ્હી નેતાઓના પ્રવાસો પણ શરૂ થઈગયા છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લામાં પાણીના પ્રશ્નને લઈ ખેડૂતો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. વિવિધ રોતે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વધુ એક ગામમાં પાણીનહીં તો મત નહીં ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ખેરાલુ તાલુકાના બળાદ ગામ દ્વારા ગ્રામ સભાયોજાઈ હતી. અને સિંચાઈ માટે પાણી ની વર્ષો જૂની માગણી નહીં સંતોષાવા અભિયાન શરૂ કરવામાંઆવ્યું છે. ખેરાલુ તાલુકામાં અગાઉ 6 ગામમાં બોર્ડ લાગી ચુક્યા છે. ધારાસભ્ય અજમલજી ઠાકોર ના વતન મલેકપુર થી માત્ર ત્રણ કિમિ દૂર ગામ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે.