છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુરા વદેસીયાના દંપત્તિને લગ્ન જીવનના બે વર્ષ પછી ઘણી દવાઓ પછી સંતાન પ્રાપ્તિની કોઈ આશાનું કિરણ ના દેખાતા નર્મદાની મુખ્ય નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધુ હતું. દંપત્તિએ શુક્રવારની સાંજે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હોવાની માહિતી મળ્યા બાદ તેમના મૃતદેહને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે બે દિવસ બાદ દંપત્તિના મૃતદેહ બરોલીની મેઈન કેનાલના ગેટ પાસેથી મળી આવ્યા છે. આ અંગેની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા મુજબ, છોટાઉદેપુરના નસવાડીના હરીપુરા વદેસીયા ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા કમલેશ સુરેશભાઇ ભીલના લગ્ન કુસુમ ભીલ સાથે બે વર્ષ અગાઉ થયા હતા. દંપત્તિ કાઠિયાવાડમાં મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતુ હતું. તેમના જીવનમાં સંતાનની ખોટ ના પુરાતા તેઓએ ઘણી જગ્યાએ દવા અને દુઆઓ કરી હતી. જેના કારણે તેમણે નર્મદાની મુખ્ય કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં ભૂસ્કો મારી મોત વ્હાલૂ કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -