આઝાદીના 75 વર્ષ પૂર્ણ અંતગર્ત વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અલગ-અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે આઝાદીનો ઉત્સવ ઉજવણી વિવિધ જગ્યાઓ ઉપર થઈ રહી છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પોલીસ બેન્ડ પણ કાર્યરત છે. ગુજરાત રાજ્યના પોલીસના DGPની સૂચના અને માર્ગદર્શન મુજબ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજના યુવાનોને વિષયની જાણકારી પ્રાપ્ત થાય. તેમનામાં પણ દેશ પ્રેમ જાગે, આઝાદી કઈ રીતે મળી છે. આઝાદી મેળવવામાં કોને કોને શું યોગદાન આપ્યું છે. તે માટે ગુજરાત પોલીસ બેન્ડ નક્કી કર્યા મુજબ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુખ્ય મથક ઉપર આવીને બેન્ડ દ્વારા દેશ પ્રેમ અને ગાંધીજીના ભજનોની સુરાવલી રેલાવે છે.
આ અંતર્ગત ગુજરાત રાજ્ય પોલીસ બેન્ડના 30 જેટલા પોલીસના કર્માચારીઓએ નડિયાદ ખાતે સંતરામ મંદિર ખાતે મહંત રામદાસજી મહારાજની સમક્ષ જ ખેડા જિલ્લાના દર્શનાર્થીઓ સંધ્યા સમયે દર્શન કરવા આવે તે સમયે દેશભક્તિ અને ભજનોની સુરાવલીઓ રેલાવી હતી. આ સાથે સાથે શહેરના દેસાઈ વગા વિસ્તાર કે જ્યાં સરદાર પટેલનું જન્મ સ્થળ છે ત્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પણ દેશભક્તિના ગીતો અને ભજનોની સુરાવલી લહેરાવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર બિનતાબેન દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.