કોરોના કાળ દરમ્યાન છેલ્લા 2 વર્ષ થી મહેસાણાના ઉંઝામા માં માં ઉમિયા માતાજી ની નગરયાત્રા નીકળી શકી નહોતી. ત્યારે ચાલુ વર્ષે માં ઉમિયાની ઉંઝામાં ભવ્ય નગરયાત્રાનુ આયોજન કરાયું છે. આજ રોજ વૈશાખી પુનમ નિમિત્તે ઊંઝામાં મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા નુ આયોજન કરાયું હતું. આ યાત્રા ઉમિયા ધામ ઊંઝાથી સવારે 8.15 કલાક થી નીકળી ઊંઝા શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું.
યાત્રા 3 કિલોમીટર લાંબી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો નગરયાત્રામાં 150 થી વધુ ટેબલો પણ જોવા મળ્યા હતા. નગરયાત્રા મા જિલ્લા કલેકટર, એસ પી સહિત ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. નગરયાત્રા દરમ્યાન ઉંઝા શહેરમાં ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધી ઘરે ઘરે લાપસી કરવામાં આવી હતી. એટલે કે માં ની નગર યાત્રા નિમિત્તે સમગ્ર ઉંઝા શહેરમાં ભક્તિની લહેર ફેલાઈ ગઈ હતી.