જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આગામી વર્ષે ઉનાળુ વાવેતરમાં બાજરી 270 હેક્ટર મગ 2010 હેક્ટરઅડદ 1400 હેક્ટર મગફળી 80 હેક્ટર તલ 3750 હેક્ટર શેરડી 5 હેક્ટર શાકભાજી 230 હેક્ટર ઘાંસચારો800 હેક્ટર સહીત કેશોદ તાલુકામાં 8545 હેકટરમાં ઉનાળુું વાવેતર નોંધાયું હોવાનું ખેતીવાડી શાખામાંથી જાણવા મળ્યુંછે હાલમાં થોડા દિવસોથી ઉનાળાની ગરમીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે
41અંશ સેલ્સિયસ ડીગ્રી તાપમાન જોવા મળી રહ્યુંછે જેના કારણે ઉનાળું વાવેતરમાં પણ અસર જોવા મળીરહીછે પાણીના તળ ઉંડા ઉતરી રહયાછે ઉનાળુ પાકમાં વધુ પીયત આપવું પડી રહ્યુંછે એવા જ સમયેકેશોદ તાલુકામાં થોડા દિવસોથી અનેક ગામોમાં દશથી વધુ ગાડીઓના કાફલા સાથે વિજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યુંછે જેમાં લાખો રૂપીયાની વિજચોરી પકડાઈ હોવાની ચર્ચા થઈ રહીછે