ગરીબ લોકોને ફ્રીમાં આપતા અનાજના જથ્થામાં ફેરફાર કરી હવે ગરીબો ની પણ મજાક કરવામાં આવી રહી છે જૂનાગઢ નાભેંસણમાં ગરીબોના અનાજ જથ્થા મા ફેરફાર કરતા ગરીબ લોકો હવે રોષે ભરાયા છે. જૂનાગઢ ના ભેસાણ માં છેલ્લા બે અઢીવર્ષે થી કોરોનાં મહામારી ચાલી રહી હોય અને તે દરિમયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી નીચે આવતા લોકોને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ધઉ અને દોઢ કીલો ચોખા ફ્રીમાં આપવામાં આવતા હતા,
જેમાં અત્યારે સરકાર દ્વારા ફેરફાર કરીને વ્યક્તિ દીઠ 4કિલો ચોખા અને 1 કિલોજ ધઉ આપવામાં આવતા ગરીબ વર્ગના લોકોમાં રોષ જોવા મળ્યો છે , ગરીબી નીચે આવતા લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમારા ઘરમાં બાળકો સહિત 4 થી 5 સભ્યોનો પરિવાર હોય તો વ્યક્તિ દીઠ 1 કિલો ધઉમળવાથી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહે છે ,વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉંનો જથ્થો કેન્દ્ર સરકાર તરફ થી ફાળવવામાં આવે તો અમારું ઘર ગુજરાન ચાલીવી શકાય તેમ છે હાલ જથ્થામાં ફેરફાર કરતા હવે ગરીબો ની મુશ્કેલીઓમાં વધારો થયો છે