અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિરસ અને અપરિપક્વ નેતા ગણાવ્યા હતા. પુસ્તકમાં ઓબામાએ ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે મનમોહન સિંહને એકદમ દોષરહિત સત્ય/પ્રામાણિકતા ધરાવતા નેતા ગણાવ્યા છે. મળતી માહિતી મુજબ, બરાક ઓબામાનું નવું પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેંડ’ હાલના દિવસોમાં ઘણું જ ચર્ચામાં છે. પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિએ આ અગાઉ પણ ઘણા પુસ્તક લખ્યા છે, જેમાં ‘ડ્રીમ ફ્રોમ માઇ ફાધર’, ‘ધ ઓડેસિટી ઓફ હોપ’ અને ‘ચેંજ વી કેન બિલીવ ઇન’ સામેલ છે. જો કે આ પુસ્તકમાં સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે ઓબામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરલ વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં ઓબામાં એ પોતાના નવા પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેંડ’માં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી એક નિરસ અને અપરિપક્વ નેતા છે. જેમ કે એક વિદ્યાર્થી હોય જે પોતાનું હોમવર્ક પુરુ કરી પોતાના શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક હોય, પરંતુ રાહુલ ગાંધીમાં વિષયમાં મહારત પ્રાપ્ત કરવાને લઇને યોગ્યતા કે ઝૂનૂનની ઉણપ છે.’