કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહ્યુ છે. કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ એક રોગે ગુજરાતને ભરડામાં લીધુ છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોર્માઇકોસિસ બાદ હવે GBS (ગુલિયન બેરે સિમ્ડ્રોમ) રોગનું જોખમ વધ્યું છે. વાયરલ ઈન્ફેક્શનના કારણે દર્દીને GBS (નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલ રોગ) થાય છે.
કોરોના બાદ વધુ એક ઘાતક બીમારી મ્યુકોર્માઇકોસિસે એન્ટ્રી મારી છે. જેના કારણે અત્યાર સુધીમાં 7 દર્દીઓએ આંખ ગુમાવી છે. પોસ્ટકોવિડ બાદ 15 નવેમ્બરથી મ્યુકોર્માઇકોસિસ થવાના કેસ સામે આવ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં ગુલીયન બેરે સિમ્ડ્રોમ નામના રોગના દર્દીઓ વધ્યા છે.
GBS રોગથી નર્વ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં 30થી વધુ કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગુલિયન બેરે સિન્ડ્રોમ એવો વિકાર છે, જેમાં દર્દીના શરીરમાં પહેલા સિહરન અથવા દર્દ થવા લાગે છે અને પછી ત્યારબાદ તેની સ્નાયુઓ કમજોર થવા લાગી છે. લક્ષણ જાણ થતા જ સારવાર ન થવા પર બ્રીધિંગ મસલ્સ પણ કમજોર થઇ જાય છે. અનેક વખત દર્દીને લકવા પણ થઇ જાય છે.