કોરોના મહામારીને પગલે ગત થોડા સમયથી શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયાસો થતા હોય છે. જોકે, સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કરી વિવિધ રંગબેરંગી ફુલાવર થકી કેન્સર તેમજ ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે., શાકભાજી ખાવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે તો સોનામાં સુગંધ ભળે એમ કહેવાય છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના પ્રાંતિજના કલ્પેશ પટેલ નામનો ખેડૂત છેલ્લા 20 વર્ષ કરતા વધુ વર્ષોથી ખેતી કરે છે. જોકે દિન પ્રતિદિન શારીરિક બિમારીઓ વધી રહી છે ત્યારે કલ્પેશ પટેલે આ વાતને ધ્યાનમાં રાખી લોકોનું સ્વાસ્થ્ય વધુ સારુ રહે અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પીળા અને જાંબલી તેમજ વિવિધ કલરના ફુલાવરની ખેતી શરુ કરી છે.
વિવિધ રંગના ફુલાવરની ખેતી કરનાર ખેડૂતના જણાવ્યા મુજબ, જાંબલી કલરના ફુલાવરનું શાક ખાવાથી કેન્સર સામે હજાર ગણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આ સાથે જ અન્ય કલરના ફુલાવરમાં પણ રોગપ્રતિકારક ક્ષમતા સામાન્ય ફુલાવર કરતા વધુ હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં કલ્પેશ પટેલ નામના ખેડૂતે વાવેલા રંગીન ફુલાવરમાં જાંબલી રંગમાં વેલેન્ટિન નામનું તેમજ કેસરીમાં કેરોટીનના નામથી વપરાતા તત્ત્વોને પગલે આ ફ્લાવરનું માર્કેટ સૌથી વધારે રહે છે. આંખોના નંબર દૂર કરવાથી કેન્સર સામે સામાન્ય કરતા એક હજાર ગણી વધારે ઇમ્યુનિટી વધારે છે. જેના પગલે હાલના તબક્કે કોરોના સામે પણ આ સૌથી મહત્વનું પગલું સાબિત થઈ રહે છે.